એક કાકા હતા. તેમની ઉમર હતી લગભગ ૬૦ વર્ષ. કાકા ને બધા ને ખવડાવવાનો બહુ શોખ. તેમના પત્ની જીવિત હતા ત્યારે તેમના આ શોખ માટે ચિંતા કરતા. તેમના પત્ની ના મૃતું પછી તેમની સાથે એક તેમની સૌથી નાની છોકરી રહેતી હતી. તેમના બીજા છોકરા અને છોકરી બહાર રહેતા. માતા ના મૃત્યુ પછી દરેકે તેમની કાળજી લેવાનું છોડી દીધું. પણ સાથે સાથે વારે તહેવારે કાકા ને મળવા આવતા અને તેમની પાસેથી મળતા રૂપીયા લઇ ને જતા રહેતા. કોઈ પૂછતું નહિ કે પોતીની નાની બહેન અને પિતા ને બીજી કઈ જરૂરિયાત છે. તેમનું એકજ કામ આવવાનું અને ખાઈ પી પૈસા લઈને ને જતું રહેવાનું. સમય પસાર થતો ગયો. કાકા ની ઉમર થતી ગઈ. કાકા ની નાની છોકરી નું પણ લગ્ન થઇ ગયું. હવે કાકા એકલા રહેવા લાગ્યા. જુઓ સમાજ ની બીજી બાજુ કેવી છે. હવે કાકા એકલા ઘર મોટું. પોતે જાતે કામ કરતા અને તેમનો સ્વભાવ મદદ કરવાનો એટલે બધા સબંધી તેમના ઘર ને હોટેલ ની જેમ માનવા લાગ્યા અને તેમની ઘરે રાત વાસો કરવા રોકવા લાગ્યા. બધા રાત્રે આવતા અને તેમની ઘરે શરમ વગર તેમની સાથે ખાવા બનાવડાવી ખાવા લાગ્યા. કાકા નો સ્વભાવ સારો તેમને આ બધું સેવા કરવા જેવું લાગતું. તેમને આ કરવા માં આનંદ આવતો. તેમના મન માં કપટ નહિ. લોકો આવતા રહેતા ખાતા પૈસા લેતા અને દરેક રીતે કાકા નો ઉપયોગ કરતા.
હવે કાકા ની ઉમર વધી ગઈ. કાકા ને પાસા ની જરૂર પડતી ગઈ પણ કાકા પૈસા વાપરતા નહિ વિચારતા કે મારા મૃત્યુ પછી તેમના બાળકોને આ પૈસા કામ લાગશે. કાકા બીજા માં બાપ ની જેમ પોતાના બાળકો માટે ખર્ચ કરતા વિચાર કરતા. હવે કાકા ની છેલ્લી અવસ્થા થઇ. તેમેને બહાર નીકળવાનું બંધ થી ગયું. હવે તમે વિચારો કે જે લોકો તેમનું ખાઈ જતા અને તેમની ઘરે રહી જતા તેજ હવે તેમની ખબર પૂછવાની દરકાર પણ કરતા નહિ. કાકા વિચારતા કે સમાજ આવો છે? તેમની નજરે તો બધું સુંદરજ હતું પણ હવે ખબર પડી કે પોતાનું કોણ છે. લોકો ભૂલી ગયા તેમની જવાબદારી. કાકાએ આપેલ પૈસા પણ લોકો પાછા આપવાનું ભૂલી ગયા. હવે શું કરવું? કાકા ને સાચી પરિસ્થિતિ નું ભાન થયુ. પણ હવે કશો અર્થ નથી. આટલે થી વાત અટકતી નથી. હવે ખરી મજા છે. કાકા ની છોકરા માં ઘણો સંપ હતો. પણ જે લોકો ને કાકા એ ખવડાવેલું અને પોતાની ઘરે રાખેલા તે લોકોએ વિચાર્યું કે કાકા ના મૃત્યુ પછી જો આવોજ સંપ તેમના બાળકોમાં રહેશે તો યોગ્ય નથી. માટે કાકા ના ખાસ નજીક ના સગા નક્કી કર્યું કે કોય પણ રીતે ઝગડો કરાવવો અને અપને મજા લેવી. એમાં તે લોકો જીતી ગયા કાકા ના છોકરા માં કલહ થયો. તેમની શક્તિ ઘટી ગઈ. હવે જોવાનું છે કે જે કારણ થી કલહ થયો તે કારણ શું છે? હજુ સુધી તે કારણ જાણવામાં આવ્યું નથી. આજે પણ કાકા ના છોકરા સામાન્ય જીન્દગી જીવે છે. સમય બતાવશે કે સત્ય શું છે.
આના પરથી શું શીખવું જોઈએ?
આપને કેવા સમાજ માં છીએ અને આપની આજુબાજુ કઈ પ્રકાર ના લોકો છે તેનું જ્ઞાન આપને હોવું જોઈએ. તમારી વધારે પડતી સરળતા કોય વાર તમારી મુશ્કેલી બની શકે છે.જેમ કે કાકા ને થયું. હમેશા એવા લોકો થી દુર રહો કે જે પોતે પોતાના જીવન માં અને બીજાના ના જીવનમાં કોય મહત્વ નું યોગદાન કરેલ નથી. જેનું પોતાનું નામ ના હોય એ બીજા ને મદદ રૂપ થઇ શકે નહિ. જેમકે કાગડા પાસેથી તમે ઉંચા ઉડાન ની આશા રાખી શકો નહિ એ તો ફક્ત હિમાલય ના હંસ કરી શકે. તમારી જાત ને બધા જોડે સરખાવો નહિ. તમારા કાર્ય અટકવાના નથી.
No comments:
Post a Comment