FATHER

આજે મેં એક પિતા વિષે મેલ વાંચ્યો. પિતા નું મહત્વ જીવન માં કેટલું છે. આ માટે કોઈ માપદંડ નથી પણ અનુભવનો વિષય છે. તમારા જીવન નું અસ્તિત્વ પિતા સિવાય શક્ય નથી. પિતા થી માતા ની સાબિતી છે. પિતા થી ઘર નું માન સનમાન છે. પિતા પોતોના બાળકો માટે શક્ય હોય તેટલું કરે છે. તેમના સારા ભવિષ્ય માટે અનેક પરિશ્રમ કરી ને તેમને ભણાવે છે. પોતાના ખર્ચા પર કપ મૂકી ને પોતાના બાળકો માટે જરૂરી વસ્તુ લાવી આપે છે.
બાળક અને પિતા વચ્ચે પણ એક લાગણી નો સબંધ હોય છે. પિતા ફક્ત કઠોર જ નથી હોતા તેમેને પણ એક હ્રદય હોય છે. જાતે પ્રેમ પ્રગટ કરી નથી સકતા માતા ની જેમ પણ લાગણી તો એટલીજ હોય છે.પિતા એક એવું પાત્ર છે જેના વિષે તમારી અભિવ્યક્તિ કદાચ ઓછી પડે.

પિતા થી બાળક ની ઓળખ બને છે. માં પ્રેમ આપે છે તો પિતા સલામતી આપે છે.

Comments

Shape The Future

Popular Post