અત્યારે કેટલાય લોકો તેમનાફૅમિલી મેમ્બર સાથે ભોજન કરી શકતા નથી. ભોજન અને ભજન બે વસ્તુ માણસ માટે ઘણી જરૂરી છે. બે માથી એક પણ વસ્તુ વ્યક્તિ ભોગવી કે કરી શકતો નથી. જેની જરૂર છે તે કરી શકતો નથી અને જેની જરૂર નથી તે કરે છે અથવા કરવું પડે છે.
ભજન અને ભોજન ખૂબ જરૂરી છે. આ બે કાર્ય જાતે કરવાથી સંતોષ થાય છે. ટીવી માં ભોજન ની થાળી અને ટીવી કે ટેપ માં ભજન સાંભળવાથી સંતોષ થતો નથી.
ઇનકમ સારી હોય પણ ફૅમિલી સાથે ના હોય. આશ્વાસન આપે કે- કઈ નહીં પૈસા તો મળે છે!!! બાળકો ને પૂછો તો ખબરપડે, ઘરડા માં બાપ ને પૂછો તો ખબર પડે કે તમારા પૈસા ની જરૂર છે કે તમારી!!!
અનેક સમસ્યા હોય પણ તેનું નિરાકરણ પણ હોય. તમારી પોતાની પાસે અનેક સોલ્યુસન છે. જરા વિચારો અને અમલ કરો.
વિપુલ પંડ્યા
94298 28703