પૂજ્ય દાદા ભગવાન નું એક વાક્ય ખરેખર ઘણુંજ વિચારવા લાયક અને અનુસરવા લાયક છે.
"અથડામણ ટાળો"
બને ત્યાં સુધી બધા જોડે અથડામણ ટાળો. અથડામણ કરવામાં કોઈ પણ જીતે પણ સરવાળે તો તેમાં મજા નથી. અથડામણ થી નવા સબંધ નવા ભાગ્ય ની શરૂવાત થાય છે. આ બધા થી બહાર આવું હોય તો અથડામણ ટાળો. સર્વ દુખ નું મૂળ કારણ અથડામણ છે. દુખ ની શરૂવાત અથડામણ થી થાય છે. દરેક ની સાથે પ્રેમ થી વર્તો. દરેક ને સારી રીતે સમજાવીને કામ કરો. મન દુખ ના થાય તેનું ધ્યાન રાખો. અથડામણ થી નવા સબંધ ઉભા થાય છે અને ફરી તમારે તે બાબત પૂરી કરવા એક બીજા ને મળવા નું થાય છે. માટે અથડામણ ટાળો. શક્ય હોય ત્યાં શુધી અથડામણ ટાળો. દરેક વાત નો નિકાલ હોય છે. અને કોઈ વાર સહન કરવું પડે તો સહન કરી લો. સહન કરવાથી તમારું શરુજ થવાનું છે. માટે અથડામણ ટાળો. ઈશ્વર બધાને માટે એક જ છે. દરેક કાર્ય માં ઈશ્વર ની ઈચ્છા છે તેમ વિચારી અથડામણ ટાળો. અથડામણ ટાળવાથી તમને માનસિક શાંતિ મળશે. કોઈ સાથે સબંધ નવા કદાચ ના બને પરંતુ બગડશે નહિ. સર્વ ને સુખી થવા માટેની પૂજ્ય દાદા ભગવાન ની આ વાત ઘણીજ અસરકારક છે. ખરેખર જ્ઞાની લોકોની વાતો માંથી ઘનુજ શીખવાનું મળે છે. અને જીવન ની દિશા બદલાઈ જાય છે. ઈશ્વરદરેક માટે એક છે. બસ પ્રેમ કરો. દરેક ને પ્રેમ કરો.
No comments:
Post a Comment