Saturday, December 31, 2011

ઠંડી ની સવાર

ઠંડી ની સવાર

ઠંડી ની સવારે સ્કૂલ જવાનું? તમને ગમે? મને પણ ના ગમે? પણ પપ્પા બોલે જો ના જઇયે તો. ઠંડી તો લગતી જ હોય. સૌથી પહેલા મમ્મી ઉઠી જાય. એનું ગાદલું આપને ઓઢાડી દે. એનું સવાર નું કામ આપના માટે દુધ  બનાવે અને પછી આપણ ને  ઉઠાડે. મજા આવતી. સવાર માં રેડીઓ પર ભગવાન ના ભજન લગભગ બધા ઘરે ચાલુ હોય. એ વાતાવરણ કૈક જુદું હતું. મમ્મી ને એકજ કામ આપના પર બધું ધ્યાન. અત્યાર ની જેમ પપ્પા ને નૌકરી નતી. પપ્પા નો ઓફ્ફીચે ટીમે ૧૦ વાગ્યે. સવાર માં ફ્રેંશ ઉઠતા. કારણકે રાત્રે બધા વહેલા સુઈ જાય. કેમ? ટીવી ન હતું. મગજ ખરાબ નતુ થતું.  મગજ માં એક જુદીજ શાંતિ હતી. મમ્મી ત્યાર કરે પછી મંદિર જવાનું અથવા ઘર માં પૂજા કરવાની. શાંતિ થી દૂધ ને નાસ્તો કરવાનો. હવે આપને તૈયાર. આત્યારે સ્કૂલ બસ કે રીક્ષા ની રાહ જોવાની તે વખતે મજા મિત્ર ઘરે બોલાવા આવે ત્યારે જવાનું.

સ્કૂલ જવાની મજા આવતી. વાતો કરતા જતા. સવાર માં ભાગ્યેજ કોઈ સાધન સામે મળતું. મોટે ભાગે cycle  મળતી. સવાર માં કોઈ tension નહિ. બધા વાતો કરતા સ્કૂલ જતા. મમ્મી પપ્પા ને ચિંતા નહિ કારણકે કોઈ રસ્તા પર વાહન ન મળે બસ બધે શાળા જતા છોકરા જ મળે. 

શાળા માં કોઈ પ્રોજેક્ટ મંગાવે નહિ. ઠંડી માં બધાએ જુદા જુદા ગરમ કપડા પહેરેલા હોય. આખું વાતાવરણ રંગબેરંગી લાગે. કૈકનું કૈક ખાતા હોય. બધાના માથામાં તેલ નાખેલું હોય. જુદા જુદા shoes પહેરેલ હોય. માથાના સ્કાર્ફ જુદા જુદા હોય. મજા આવતી. 

બધાને સ્કૂલ માં સાથે ઉભા રાખે. દરેક સ્કૂલ માં એક મોટું playground હતું. આત્યારે મૂળ સગવડ નથી પણ ફી !!!!

બપોરે ઝાડની નીચે નાસ્તો કરવાનો. પાણી ની ટાંકી ઝાડની નીચે. એકદમ ઠંડુ પાણી હોય મજા આવતી. ઘરે થી મમ્મી નો આપેલો નાસ્તો ખાવાનો. ફોન નો ઉપદ્રવ નહતો. જરૂરિયાત થી વધારે સમજણ નહતી. સાંજે છૂટી ને સીધા ઘરે. રસ્તામાં બગીચો તળાવ વગેરે પાસેથી નીકળવાનું. પાંચ પાસની ગોળી લેવાની. ઘરે જઈને કૈક ખાવાનું. પાછુ રમવાનું અને ભણવાનું.

મજા હતી એ દિવસો ની 








No comments:

Post a Comment