તમને ખબર છે.
તમને ખબર છે? નથી ખબર!. આવું પણ બને. ઘણા સમય પહેલા television પર શો આવતો હતો. ऐसा भी होता हे! જોવાની મજા આવતી હતી. જો તમને પણ આવું કૈક જોવાનું મળે તો ચોક્કસ મને લખજો.
બે દિવસ પહેલા ની વાત કરું તો મારા મિત્ર ને ત્યાં મ્યુનીસીપલ ની ગટર સાફ કરવાની ગાડી આવી હતી. તમે વિચારો ગટર માંથી શું મળ્યું હશે!!!! મારા માટે આ એકદમ નવું છે.
અનેક પ્રકાર ની ચમચી, જુદા જુદા પ્રકાર ની વાડકી, જુદા જુદા માપ ના રૂમાલ, આ બધાની ઉપર અનેક થાળી!!!! ગટર માં થાળી? બીજી તો અનેક વસ્તુ મળી!!!!!!
આ કેવી રીતે શક્ય છે? જેનું પણ હશે એનું ઘર માં બીજી વસ્તુ ની કઈ દશા હશે? એક વિચારવાનો પ્રશ્ન છે?


Comments
Post a Comment